Multi dreal cultirotavetor
મહિલા ખેડૂતને સરદાર પટેલ કૃષિ પુરસ્કાર આપવામાં આવ્યો છે
કૃષિ યાંત્રીકીકરણ ક્ષેત્રે અદ્યતન અને નવિન ટેકનોલોજી વિકસાવવા ખેડૂતો દ્વારા પ્રયોગો કરવામાં આવતા હોય છે. ડૉ ગીતાબેન દ્વારા વિકસાવેલ આ મલ્ટી ડીલ કલ્ટીવેટર, રોટાવેટર દર 6 ફૂટના અંતરે 7" થી 9" ઊંડા 12 ચાસ એક જ ચાલમાં સિંગલ પાસમાં એક સાથે ખેડે છે. જેના કારણે ડીઝલનો પણ બચાવ થાય છે. આવી નવીન ટેકનોલોજી વિકસાવવા બદલ ચાલુ વર્ષમાં આવા મહિલા પ્રગતિશીલ ખેડૂતને રાજ્ય સરકાર દ્વારા સરદાર પટેલ કૃષિ પુરસ્કાર આપેલ છે. જેમાં તેમને 26મી જાન્યુઆરીના રોજ 51 હજાર રૂપિયા અને શાલથી જિલ્લા કક્ષાએથી બહુમાન કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉંજવણીનું ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેસન લીમીટેડ, થર્મલ મુકામે રીક્રીએશનલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું.